પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે. ડૉ. દેબરોય અર્થશાસ્ત્રી હતા અને તેમણે રામકૃષ્ણ મિશન સ્કૂલ, કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ, દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજમાં શિક્ષણ મેળવ્યું હતું.
શ્રી મોદીએ ડૉ. બિબેક દેબરોયના અવસાન પર શોક વ્યક્ત કરતાં સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, ડૉ. દેબરોય એક વિદ્વાન હતા. તેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, આધ્યાત્મિકતા જેવા વિવિધ ક્ષેત્રોના જાણકાર હતા
Site Admin | નવેમ્બર 1, 2024 2:37 પી એમ(PM)
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. બિબેક દેબરોયનું આજે 69 વર્ષની વયે અવસાન થયું છે
