જાન્યુઆરી 11, 2026 9:48 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રીની અમદાવાદની મુલાકાતને લઇને સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ પહોંચશે. તેમના અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસ દરમિયાન સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદના સેક્ટર-1ના આઈપીએસ નીરજકુમાર બડગુજરે સલામતીની વ્યવસ્થા અંગે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલરની અમદાવાદની મુલાકાત લઈને સાબરમતી આશ્રમ અને પતંગ મહોત્સવના મેદાન સહિત તમામ નિયુક્ત સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં રસ્તાઓ પર ચોક્કસ ટ્રાફિક વ્યવસ્થા અને ડાયવર્ઝન જાહેર કરાયું છે.