મે 25, 2025 2:00 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સુશાસનના મુદ્દાઓ પર એક દિવસીય વિચાર-વિમર્શ સત્ર યોજાશે. જેમાં ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. તમામ 20 NDA શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ અને 18 નાયબ મુખ્યમંત્રીઓ સુશાસનના મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભાજપના સુશાસન વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં બે ઠરાવ પસાર કરવામાં આવશે. પ્રથમ ઠરાવમાં ભારતીય સંરક્ષણ દળો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓપરેશન સિંદૂરની સફળતા બદલ અભિનંદન આપશે અને બીજા ઠરાવમાં આગામી વસ્તી ગણતરી સમયે જાતિ ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બદલ અભિનંદન આપશે. આ સંમેલનમાં સંબંધિત રાજ્યના મુખ્યમંત્રીઓ તેમની પહેલ પર રજૂઆત કરશે.