કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, નમોત્સવ એક વ્યક્તિની નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે.શ્રી શાહે, અમદાવાદના મણિપુર ખાતે આયોજિત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યુ હતું.અમદાવાદમાં ૧૫૦ કલાકારો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન, વિચાર અને રાષ્ટ્રનિર્માણની યાત્રાને નમોત્સવ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)
પ્રધાનમંત્રીના જીવનચરિત્ર પર આધારિત ‘નમોત્સવ’ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતના આત્મવિશ્વાસની યાત્રા રૂપ ગણાવ્યો