પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઈ. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
છોટાઉદેપુરમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પમાં સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરાયું.
પાલનપુર તાલુકા આરોગ્ય કચેરી, ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ કરીને 40 વર્ષથી ઉપરની બહેનોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે તથા જરૂર જણાશે ત્યાં મેમોગ્રાફી કરી નિષ્ણાતો દ્વારા યોગ્ય સારવાર સુલભ કરાશે.
ગોધરામાં બ્રહ્માકુમારીઝ અને સાર્વજનિક કોમર્સ કોલેજના NSS એકમના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે વ્યસનમુક્તિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જેમાં વ્યસન મુક્તિ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું.
બોટાદમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, હોમીયોપેથી, આર્યુવેદીક નિદાન કેમ્પ, સગર્ભા સ્ત્રીઓને, કુપોષીત બાળકો અને ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું.
ડાંગના પિંપરી આશ્રમ શાળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજવામાં આવી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE) ખાતે “અમૃત સ્મૃતિ યાત્રા” નામથી ૭૫ મીટર લાંબુ એક ભવ્ય બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ બેનરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનના પ્રવાસ દરમિયાન તેમને કરેલ પ્રયાસના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલ પ્રકાશનું નિરૂપણ કરતી એક સ્મરણ યાત્રા પ્રદર્શિત કરાઈ..
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સ્વસ્થ મહિલા મજબૂત પરિવાર કાર્યક્રમ અંતર્ગત લોકોને 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત મફત આરોગ્ય શિબિર અને અન્ય પરવૃતિ નો લાભ લેવા વિનંતી કરાઇ.
દીવમા ચક્રતીર્થ બીચ ખાતે સફાઈ અભિયાન, ઘોઘલા તથા વણાકબારા કમ્યુનિટી હોલ ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પ, ઘોઘલા ખાતે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ તથા ગૌશાળા મા ગાય ને ઘાસ ખવડાવ્યુ
કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત ૫૩૯ મેડિકલ કેમ્પમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:36 પી એમ(PM)
પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અનેક સેવાકાર્યો યોજાયા -અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઇ