પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. તે અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં સ્વચ્છતા ઝૂંબેશનો પ્રારંભ કરાવ્યો જ્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરીએ ગાંધીનગરમાં પથિક આશ્રમ એસટી બસ મથક ખાતેથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ હોદ્દેદારો, સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતા કરી શપથ લીધા હતા.
અરવલ્લીમાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શ્રમદાન કર્યું.
તો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરના ટાગોરબાગ ખાતે ” સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરાયો.
ઉપરાંત આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કર્મચારીઓએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા.
તેમજ પાટણ, છોટાઉદેપુર જિલ્લામાં પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 3:06 પી એમ(PM)
પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે આજે રાજ્યભરમાં વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું.