પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે રહેશે. શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમિયાન શ્રીમોદી સામૂહિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.મોરિશિયસમાં સંસ્કૃત વિદ્યાલય ચલાવનારાં સવિતા તિવારીએ શ્રી મોદીનો પ્રવાસ બંને દેશના સંબંધમાટે સીમાચિહ્ન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકો પણ શ્રી મોદીના આગમનની રાહ જોઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 10, 2025 6:40 પી એમ(PM)
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ મોરિશિયસના પ્રવાસે જશે
