માર્ચ 3, 2025 7:50 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતાનોવધુ ઉપયોગ કરવા હાકલ  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા માટે પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતા નો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.તેમણે BISAG-N અનેફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરીને જંગલમાં આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે એઆઇ  કૃત્રિમ બુદ્ધિમતા, મશીન તાલીમ અને ભૂ-અવકાશી મેપિંગના ઉપયોગ પર પણ ભાર મૂક્યો. આજે વિશ્વ વન્યજીવન સંરક્ષણ દિવસ નિમિત્તે ગુજરાતના  જૂનાગઢ જિલ્લાના સાસણ  ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરતા, તેમણે આ વિસ્તારોમાં સ્થાનિકવસ્તી અને ગ્રામજનોની સંડોવણી દ્વારા ડોલ્ફિન સંરક્ષણ અંગે જાગૃતિના મહત્વ પર ભારમૂક્યો.શ્રી મોદીએ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ પણ કર્યો હતો, જે વન્યજીવન સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પાસાઓના સંકલન અને શાસન માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે.પ્રધાનમંત્રીએ આ વર્ષે હાથ ધરવામાં આવનાર સિંહ અંદાજના16મા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી. તેમણે બરડા વન્યજીવન અભયારણ્યમાં સિંહોનાસંરક્ષણ માટે સહાયની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણમાં ઇકો-ટુરિઝમની ભૂમિકા અને વન્યજીવન પર્યટન માટે વધુ સારી મુસાફરી અને સંપર્કની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી મોદીએ કોઈમ્બતુરમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કેમ્પસમાં માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષનેવધુ અસરકારક રીતે રોકવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની જાહેરાત કરી. તેમણે અભયારણ્યની બહારના અન્ય વિસ્તારોમાં વાઘ અને ઘડિયાલ સંરક્ષણ પ્રોજેક્ટ્સ શરૂકરવાની યોજનાઓ પણ શરૂ કરી. શ્રી મોદીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે રાષ્ટ્રીય કાર્ય યોજનાનું પણ અનાવરણ કર્યું અને સ્લોથ રીંછ જેવી પ્રજાતિઓના વધુ સારા સંરક્ષણ માટેકાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો.