ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 7:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સરળ શાસન, ઝડપી નિર્ણય અને શાસનમાંપારદર્શકતાના કારણે NDA શાસિત રાજ્યોમાં રોકાણકારોને મદદ મળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સરળ શાસન, ઝડપી નિર્ણય લેવા અને શાસનમાં પારદર્શકતાએ રોકાણકારોને આકર્ષવા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – N.D.A. શાસિત રાજ્યોમાં રોકાણ કરવામાં મદદકરી છે.’ચંદીગઢમાં ગઈકાલે N.D.A. નેતાઓની બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ આમ જણાવ્યું હતું.શ્રી મોદીએ જાહેર મૈત્રીપૂર્ણ, સક્રિય સુશાસનના વિચાર પર વિસ્તૃત ચર્ચા કરી હતી. હરિયાણામાં જીતને મહત્વની અને ઐતિહાસિક ગણાવતા શ્રી મોદીએ કહ્યું, ‘NDAએ સમાજના દરેક વર્ગનો વિશ્વાસ અને સમર્થન મેળવ્યું છે.’ દરમિયાન ભારતીય સંવિધાનના નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે “સંવિધાનના અમૃતમહોત્સવ” તરીકે ઉજવવાના વિષય અંગે વધુ એક ઠરાવ પસાર કરાયો હતો. બેઠક દરમિયાન વર્ષ 2025ને લોકતંત્રની હત્યના 50મા વર્ષ તરીકે મનાવવાનો સંકલ્પ પસારકરાયો. ઉપરાંત ભગવાન બિરસા મુંડા અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ તેમજ આવતાવર્ષે અટલબિહારી વાજપેયીની જન્મ શતાબ્દી ઉજવવાનો સંકલ્પ લેવાયો.