ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 23, 2025 7:47 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ IBSAને ત્રણ ખંડો, લોકશાહી અને મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) ફક્ત ત્રણ દેશોનો સમૂહ નથી પરંતુ ત્રણ ખંડો, ત્રણ મુખ્ય લોકશાહી અને ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓને જોડતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
શ્રી મોદીએ જણાવ્યું કે ત્રણેય દેશો એકબીજાના વિકાસને પૂરક બની શકે છે અને ટકાઉ વિકાસ માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. જોહાનિસબર્ગમાં ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકાના નેતાઓની બેઠકમાં, પ્રધાનમંત્રી મોદીએ બાજરી, કુદરતી ખેતી, આપત્તિ સ્થિતિસ્થાપકતા, હરિયાળી ઉર્જા, પરંપરાગત દવા અને આરોગ્ય સુરક્ષામાં સહયોગ માટેની તકો પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ આ બેઠકને સમય અનુસાર ગણાવી હતી કારણ કે તે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત યોજાયેલા G20 શિખર સંમેલન સાથે સુસંગત હતી.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આજની વૈશ્વિક સંસ્થાઓ 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકતી નથી. તેમણે IBSA ને સ્પષ્ટપણે જણાવવા વિનંતી કરી કે વૈશ્વિક સંસ્થાઓ, ખાસ કરીને સંયુક્ત સંઘ સુરક્ષા પરિષદમાં સુધારા વૈકલ્પિક નથી પણ આવશ્યક છે.
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરોધી કાર્યવાહી પર ગાઢ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો સહન ન કરવા જોઈએ.
માનવ-કેન્દ્રિત વિકાસમાં ટેકનોલોજીની ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય દેશો વચ્ચે UPI જેવા ડિજિટલ જાહેર માળખા, કોવિન જેવા આરોગ્ય પ્લેટફોર્મ, સાયબર સુરક્ષા માળખા અને મહિલા-નેતૃત્વ ટેકનોલોજી પહેલની વહેંચણીને સરળ બનાવવા માટે ‘IBSA ડિજિટલ ઇનોવેશન એલાયન્સ’નો પ્રસ્તાવ મૂક્યો. પ્રધાનમંત્રી મોદીએ દક્ષિણ-દક્ષિણ સહયોગને મજબૂત બનાવવા માટે IBSA ફંડ ફોર ક્લાઇમેટ-રેઝિલિઅન્ટ એગ્રીકલ્ચરની સ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો.
આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કર્યું હતું અને તેમાં પ્રધાનમંત્રી મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ હાજરી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.