ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM) | birt anniversary | PM Modi | raj kapoor | raj kapoor birthday

printer

પ્રધાનમંત્રીએ સ્વર્ગીય રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, રાજ કપૂર માત્ર એક ફિલ્મનિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે, જેઓ ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ સુધી લઈ ગયા. પ્રધાનમંત્રીએ સિનેમા પ્રત્યે તેમના જુસ્સાની પ્રશંસા કરતા કહ્યું, રાજ કપૂરની ફિલ્મો કલાત્મકતા અને લાગણીઓનું મિશ્રણ છે, જે સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ કપૂરના પ્રતિકાત્મક પાત્રો અને અવિસ્મરણીય ધૂનોનો પણ ઉલ્લેખ કર્યો, જે વિશ્વભરના પ્રેક્ષકોને સતત ગુંજતું રહે છે.