પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લૉબલ સાઉથના દેશને એક થઈને અવાજ ઊઠાવવાનું આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રીએ આજે ત્રીજા વૉઇસ ઑફ ગ્લૉબલ સાઉથ વર્ચ્યૂઅલ સંમેલનમાં સંબોધન કરતાં ગ્લૉબલ સાઉથના દેશની સાથે સહયોગ પ્રત્યે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ વેપાર, સર્વસમાવેશક વિકાસ, સતત વિકાસના લક્ષ્યાંકમાં પ્રગતિ તેમ જ મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પ્રોત્સાહન આપવા અંગે ભારતની વચનબદ્ધતાનો પણ પુનઃરોચ્ચાર કર્યો હતો.
સર્વસમાવેશક વિકાસમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર – DPIની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી જી-20 સમિટમાં વૈશ્વિક DPI ડિપોઝિટરીની રચના આ સંદર્ભમાં સર્વસંમતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, ભારતે ગ્લોબલ સાઉથમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા સામાજિક ભંડોળની સ્થાપના કરી છે. શ્રી મોદીએ ઉંમેર્યું, ભારત આ ભંડોળમાં 50 લાખ ડૉલરનું પ્રારંભિક યોગદાન આપશે.
દરમિયાન પ્રધાનમંત્રીએ અનિશ્ચિતતાપૂર્ણ અને પડકારજનક વર્તમાન વૈશ્વિક માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, વિશ્વ હજી પણ કોવિડની અસરથી પીડાઈ રહ્યું છે અને યુદ્ધે ગ્લોબલ સાઉથ દેશોની વિકાસયાત્રાને વધુ જટિલ બનાવી દીધી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 2:00 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ વૉઈસ ઑફ ગ્લૉબલ સાઉથ શિખર સંમેલનને સંબોધતા ગ્લોબલ સાઉથના દેશોને એક થઈ અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું
