પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્રેન ભારતીયો માટે, ભારતીયો દ્વારા અને ભારતીયો દ્વારા બનાવવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે વિશ્વભરના વિકસિત દેશોમાં માળખાગત વિકાસે તેમના આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે આજે, ઉત્તર પ્રદેશના વિકાસથી વધુ પ્રવાસન તકો ખુલી છે. તેમણે કહ્યું કે આજે કાશીમાં માળખાગત વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે.
અમારી સરકાર કાશીમાં આરોગ્ય સેવાઓમાં સતત સુધારો કરવા માટે પણ પ્રયત્નશીલ છે.
Site Admin | નવેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ વારાણસી રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલીઝંડી આપી