પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં, ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ પોસ્ટમાં કહ્યું કે, મહાકુંભ પૂર્ણ થયો છે, એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તોનો સમાવેશ ફક્ત એક રેકોર્ડ નથી, પરંતુ તેણે ઘણી સદીઓથી આપણી સંસ્કૃતિ અને વારસાને મજબૂત અને સમૃદ્ધ રાખવા માટે એક મજબૂત પાયો નાખ્યો છે. જ્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે પ્રયાગરાજ જંક્શન ખાતે રેલવે અધિકારીઓને મળ્યા હતાં. મહાકુંભ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલ રેલવે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો
Site Admin | ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM) | પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી
