પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે. આજે આકાશવાણી પર તેમના
મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ ઘાટ પર સમાજના દરેક વર્ગનું એકત્ર થવું ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ રજૂ કરે છે.
શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરથી દરેક ભારતીયને ગૌરવ થયું છે.
પ્રધાનમંત્રીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બચત મહોત્સવ માટે લોકોમાં ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ સ્વચ્છતા પ્રયાસો સાથે સંબંધિત દેશભરના વિવિધ શહેરોમાંથી કેટલીક પ્રેરણાદાયી વાર્તાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે પ્લાસ્ટિક કચરાને સાફ કરવા માટે છત્તીસગઢના અંબિકાપુરમાં શરૂ કરાયેલી એક અનોખી પહેલનો ઉલ્લેખ કર્યો.
મેંગ્રોવના મહત્વ અંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે મેંગ્રોવ ખારા પાણી અને માર્શલેન્ડ્સમાં ઉગે છે અને દરિયાઈ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું કે આ પ્રસંગ નિમિત્તે દર વર્ષે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમણે દરેકને રન ફોર યુનિટીમાં ભાગ લેવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસો કરવા અને #VandeMataram150 હેશટેગનો ઉપયોગ કરીને સૂચનો મોકલવા વિનંતી કરી.
Site Admin | ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે, છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે.