ફેબ્રુવારી 24, 2025 2:22 પી એમ(PM) | વૈશ્વિક રોકાણકાર સંમેલન

printer

પ્રધાનમંત્રીએ ભોપાલમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે, “સમગ્ર વિશ્વને ભારતનાં વિકાસમાં અખૂટ વિશ્વાસ છે“

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “સમગ્ર વિશ્વ આપણા દેશના વિકાસમાં અખૂટ વિશ્વાસ દર્શાવી રહ્યું છે. તે ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. સામાન્ય વ્યક્તિ, આર્થિક નિષ્ણાતો, વૈશ્વિક સંસ્થાઓ, અન્ય દેશને ભારત તરફથી ઘણી આશા છે.” મધ્યપ્રદેશના ભોપાલમાં આજે વૈશ્વિક રોકાણકાર સંમેલનનું ઉદ્ઘાટન કરતાં મોદીએ કહ્યું, વિશ્વ બૅન્કે તાજેતરમાં જ જણાવ્યું કે, ભારત આગામી વર્ષોમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત્ રહેશે.(બાઈટઃ નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી- PM WORLD BANK BYTE) મોદીએ સંબોધનમાં કહ્યું, ભારત માત્ર વાત નહીં પણ પરિણામ આપે છે. મધ્યપ્રદેશમાં હાલમાં પરિવર્તનનો નવો તબક્કો જોવા મળ્યો છે.ઉત્પાદન ક્ષેત્રમાં પણ મધ્યપ્રદેશનું ઉત્તમ કામ છે.દરમિયાન મોદીએ મધ્યપ્રદેશના વિકાસમાં કેન્દ્ર સરકાર દરેક પગલે તેમની સાથે હોવાનું પણ કહ્યું હતું.