પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓમાનની બે દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે મસ્કત પહોંચ્યા હતા. શ્રી મોદીનું સ્વાગત ઓમાનના સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબ બિન તારિક અલ સૈયદે કર્યું. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ભારત-ઓમાન સહયોગને મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર ચર્ચા કરી.
Site Admin | ડિસેમ્બર 18, 2025 9:11 એ એમ (AM)
પ્રધાનમંત્રીએ ભારત-ઓમાન વચ્ચે સહયોગને મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા ચર્ચા કરી