પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વ ભારતને માત્ર જોઈ નથી રહ્યું, પણ ભારત પર વિશ્વાસ પણ કરે છે. જાપાનના ટોક્યોમાં ભારત—જાપાન આર્થિક સંમેલનને સંબોધતા શ્રી મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, મેટ્રોથી લઈ ઉત્પાદન અને સ્ટાર્ટ-અપથી લઈ સેમિ-કન્ડક્ટર સુધી ભારતની વિકાસયાત્રામાં જાપાન એક મહત્વનું ભાગીદાર રહ્યું છે.
શ્રી મોદીએ ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ જાપાનની કંપનીઓને “મૅક ઇન ઇન્ડિયા” અને “મૅક ફૉર ધી વર્લ્ડ” માટે આમંત્રણ આપ્યું.
શ્રી મોદીએ કહ્યું, જાપાન ટૅક્નિકલ મહાશક્તિ અને ભારત એક પ્રતિભા મહાશક્તિ છે. તેમની સરકારે વેપાર કરવામાં સરળતા પર ભાર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી જાપાનના બે દિવસના સત્તાવાર પ્રવાસ માટે આજે સવારે ટૉક્યો પહોંચ્યા છે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 2:15 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ ભારતની વિકાસયાત્રામાં જાપાનને મહત્વનું ભાગીદાર ગણાવ્યું.
