પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મોતીહારી ખાતે જાહેર સભાને સંબોધતા કહ્યું કે NDA સરકાર માત્ર પછાત પ્રદેશોના વિકાસ માટે જ નહીં પરંતુ પછાત વર્ગોના વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યુ સરકાર ગરીબોના ઉત્થાન માટે સંકલ્પ સાથે કામ કરે છે અને તે કેન્દ્રના કાર્યક્રમો અને નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારના વિકાસમાં બિહારના સંશાધનોનો ખૂબ મોટો ફાળો છે.
તેમણે આદિવાસી કલ્યાણ માટે 25,હજાર કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલ PM જન મન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે તેમણે પટના તેમજ મોતીહારી, ગયા જી, જલપાઈગુડી, વિગેરે પૂર્વ ભાગોના શહેરો પુણે,મુંબઈ, ગુરુગ્રામ, સુરત, બેંગલુરુ જેવા વિકસિત શહેરો બને તેવી ઇચ્છા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ બિહારના વિકાસ માટે રાજ્યના યુવાનોને રાજયમાં જ પૂરતી રોજગારી પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી.
અગાઉ, પ્રધાનમંત્રીએ મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા.