ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 2:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુ મંત્ર આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી હતી અને પરીક્ષાનાં તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો હતો.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ઉંઘ પૂરી આવે છે કે નહીં તેનો સંબધ પોષણ સાથે છે. ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાજરી અને શાકભાજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પરીક્ષાની મોસમ દરમિયાન થતાં દબાણ છતાં વિદ્યાર્થીઓએ સકારાત્મક રહેવું જોઈએ.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાને કેવી રીતે દૂર કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ પોષણ અને સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે ઊંઘ
પોષણ પર આધારિત છે, તે દર્શાવે છે કે તબીબી વિજ્ઞાન ઊંઘના મહત્વને ઓળખે છે. તેમણે વિદ્યાર્થીઓને સવારના તડકામાં સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કર્યા.