ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 11, 2025 2:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સાંસદોના નવા આવાસોનું લોકાર્પણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બાબા ખડકસિંહ માર્ગ પર સાંસદો માટે નવા બનેલા 184 ટાઈપ-સૅવન બહુમાળી આવાસોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2014 બાદ અત્યાર સુધી સાંસદો માટે 350 જેટલા નવા આવાસ બનાવાયા છે. તેમણે કહ્યું, વર્ષ 2004થી 2014 પછી સાંસદો માટે એક પણ નવું આવાસ બનાવાયું નહતું.
વિવિધ રાજ્યોના 180થી વધુ સાંસદ આ આવાસમાં એકસાથે રહેશે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટિકોણનો પરિચય આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, ચાર ટાવરનું નામ દેશની મહાન નદીઓના નામે અપાયું છે. કરોડો લોકોની જીવનદાતા ચાર નદીઓ કૃષ્ણા, ગોદાવરી, કોસી અને હુગલી છે.

શ્રી મોદીએ આ આવાસોના નિર્માણમાં સામેલ તમામ ઇજનેરો અને શ્રમિકોની પણ પ્રશંસા કરી.