ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 7, 2025 7:06 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલી, દીવ અને દમણ કેન્દ્રશાસિત પ્રદેશને દેશનો વારસો ગણાવ્યો છે. અને સંઘપ્રદેશને સમાવેશી ધરાવતો આદર્શ પ્રદેશ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનોચ્ચાર કર્યો છે. સિલ્વાસામાં જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ અનેક સામાજિક સુરક્ષા યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરવા બદલ કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટની પણ પ્રશંસા કરી.

શ્રી મોદીએ કહ્યું કે રેલવે અને રોડ નેટવર્કના વિકાસથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને વેગ મળ્યો છે. પ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ દેશના લોકપ્રિય પ્રવાસન આકર્ષણોમાંનું એક બની ગયું છે.

આ અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલ્વાસામાં નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ સિલ્વાસામાં 2 હજાર 587 કરોડ રૂપિયાના 62 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં વિવિધ ગામડાના રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પંચાયત અને વહીવટી ઇમારતો, આંગણવાડી કેન્દ્રો, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે.