પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે તમિલનાડુના થુથુકુડીમાં 4 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણ વધારશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે, સ્વચ્છ ઉર્જા માળખાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. આ પ્રોજેક્ટ્સ એરપોર્ટ, હાઇવે, બંદરો, રેલ્વે અને પાવર ક્ષેત્રોને આવરી લે છે.આ પ્રસંગે એક સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ બ્રિટન સાથે થયેલા ઐતિહાસિક મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કર્યો.પ્રધાનમંત્રીએ તમિલનાડુ અને થુથુકુડીના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને શ્રદ્ધાંજલિ આપી અને સમૃદ્ધ અને મજબૂત ભારત બનાવવા માટે પ્રદેશના કાયમી યોગદાનની નોંધ લીધી.તમિલનાડુના માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે અદ્યતન ટેકનોલોજી સાથે બંદર સુવિધાઓને અપગ્રેડ કરવા માટે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 2500 કરોડ રૂપિયાના ખર્ચે વિકસિત બે મુખ્ય રોડ પ્રોજેક્ટ લોકોને સમર્પિત કર્યા-2000 મેગાવોટના કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સંબંધિત એક મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો.
Site Admin | જુલાઇ 27, 2025 8:57 એ એમ (AM)
પ્રધાનમંત્રીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરીયોજનાઓનો લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
