પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે ગતિશીલ અભિગમ સાથે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે,જેણે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે. શ્રી મોદીએ દૈનિક સમાચાર માટે ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને લખેલા લેખને શેર કરતી વખતે આ મુજબ જણાવ્યું હતું, જેમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં ભારતની પરિવર્તન યાત્રાની પુષ્ટિ કરવામાં આવી હતી. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ પોતાના લેખમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પરિવર્તનની નોંધપાત્ર શ્રેણી પાર કરી છે. તેમણે ઉમેર્યું હતું કે,ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર સર્વસમાવેશક વિકાસ, કૃષિ-ઔદ્યોગિક એકીકરણ અને વૈશ્વિક જોડાણના સૌથી શક્તિશાળી સાધનોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે.
Site Admin | જૂન 24, 2025 7:40 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું