પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદના ચાદર ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યસ્તરના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુ ગ્રંથ સાહિબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને તેમના માનમાં એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરુ તેગ બહાદુરજી સત્ય, ન્યાય, શ્રદ્ધાના રક્ષણને પોતાનો ધર્મ માનતા હતા અને તેના માટે પોતાનો જીવ આપી દીધો હતો.
તેમણે કહ્યું કે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધાર્મિક ધ્વજ ફરકાવવાના શુભ પ્રસંગે શીખ સમુદાય તરફથી આશીર્વાદ મેળવવાનો તેમને સૌભાગ્ય પ્રાપ્ત થયો. આજે કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર પંચજન્ય સ્મારકનું પણ અનાવરણ કરવામાં આવ્યું.
Site Admin | નવેમ્બર 25, 2025 8:10 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી આપી.