ડિસેમ્બર 25, 2025 7:52 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સાંસદ ખેલ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સાંસદ ખેલ મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેના વ્યાપ અને અસરનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. ખેલ મહોત્સવ યુવા વિકાસના માધ્યમથી રાષ્ટ્રનિર્માણનો મજબૂત સ્તંભ બની રહ્યો હોવાનું પણ તેમણે ઉંમેર્યું. શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2030માં જ્યારે ભારત અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતની યજમાની કરશે, ત્યારે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું હશે.
શ્રી મોદીએ દરેક માતાપિતાને તેમના બાળકોને રમતોમાં ભાગ લેવા અને તેમને પ્રોત્સાહિત કરવા આગ્રહ કરતા જણાવ્યું, રમત એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.