પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત પાસે લોકશાહીની શક્તિ, વસ્તી વિષયક સુવિધાઓ અને કુશળ કાર્યબળનો મોટો સમૂહ છે. અમદાવાદના હંસલપુર ખાતે સુઝૂકીના પહેલા વૈશ્વિક બૅટરી ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારાના ઔપચારિક લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ગણેશોત્સવના આ ઉત્સાહમાં આજે ભારતની મૅક ઇન ઇન્ડિયા યાત્રામાં નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. આ દિવસ ભારત અને જાપાન વચ્ચેની મિત્રતાને એક નવી દિશા આપી રહ્યો છે.
શ્રી મોદીએ કહ્યું, આપણે મૅક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું. અને વૈશ્વિક તથા સ્થાનિક ઉત્પાદકો બંને માટે દેશમાં અનુકૂળ વાતાવરણ બનાવ્યું. સેમિ-કન્ડક્ટર ક્ષેત્રમાં ભારત પ્રસ્થાન કરી રહ્યું છે. દેશમાં આવા છ પ્લાન્ટ તૈયાર કરાશે. આગામી સમયમાં મારૂતિ નવા ઉત્સાહ અને ઊર્જા સાથે આગળ વધશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો.
Site Admin | ઓગસ્ટ 26, 2025 2:32 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ કહ્યું, “મૅક ઇન ઇન્ડિયા” અભિયાનથી વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો માટે દેશમાં અનુકૂળ વાતાવરણ બન્યું.