ડિસેમ્બર 30, 2025 8:09 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સુધારા એક્સપ્રેસમાં જોડાઈ ગયું છે અને વૈશ્વિક ધ્યાનનું કેન્દ્ર બની ગયું છે. સોશિયલ મીડિયા પર મૂકેલા એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ ભારતને આશા અને આત્મવિશ્વાસ સાથે જુએ છે.
તેમણે કહ્યું કે, દેશમાં આગામી પેઢીના સુધારાઓ સાથે ઝડપી બનેલી પ્રગતિની ગતિની વિશ્વ પ્રશંસા કરી રહ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું કે, સુધારા એક્સપ્રેસનું પ્રાથમિક એન્જિન ભારતની વસ્તી વિષયક સ્થિતિ, તેની યુવા પેઢી અને દેશવાસીઓની અદમ્ય ભાવના છે.
શ્રી મોદીએ કહ્યું કે 2025 ને ભારત માટે સુધારાના વર્ષ તરીકે યાદ કરાશે. વિવિધ ક્ષેત્રોમાં થયેલા મૂળભૂત ફેરફારોએ દેશની વિકાસ યાત્રામાં ગતિ ઉમેરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.