પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યમીઓના હિતને દેશ માટે સર્વોપરી ગણાવ્યું. તેમણે કહ્યું, કોઈ પણ દબાણમાં આ સમૂહને કોઈ નુકસાન નહીં થવા દઈએ. ગઈકાલે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ મેદાનમાં અંદાજે પાંચ હજાર 400 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જનસભા સંબોધતા આ વાત કહી.
પ્રધાનમંત્રીએ સરકાર સમાજના દરેક વર્ગ માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે સમર્પિત હોવાનું આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું, શહેરી ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.
દરમિયાન શ્રી મોદીએ લોકોને ભારતમાં બનેલી ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો અને ઉત્પાદકોને પણ ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અપીલ કરી.
Site Admin | ઓગસ્ટ 26, 2025 10:41 એ એમ (AM)
પ્રધાનમંત્રીએ કહ્યું, ગરીબોનું જીવન સરળ બનાવવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે