ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ કહ્યું, આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આર્ય સમાજ એક એવું સંગઠન રહ્યું છે જે નિર્ભયતાથી ભારતીયતા વિશે વાત કરે છે અને તે રાષ્ટ્રવાદીઓનું સંગઠન છે. તેમણે કહ્યું કે, લાલા લજપત રાય અને રામ પ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારીઓએ આર્ય સમાજમાંથી પ્રેરણા લીધી હતી. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, રાજકીય કારણોસર, સ્વતંત્રતા સંગ્રામમાં આર્ય સમાજની ભૂમિકાને તે સન્માન મળ્યું નહીં જેના તે લાયક હતું. તેમણે કહ્યું કે, આર્ય સમાજના 150 વર્ષ, આ પ્રસંગ ફક્ત સમાજના એક વર્ગ કે સંપ્રદાયનો નથી, તે ભારતની વૈદિક ઓળખનો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સ્વામી દયાનંદે ભેદભાવ અને અસ્પૃશ્યતાનો સક્રિયપણે વિરોધ કર્યો, લોકોને આ દુષણોને નાબૂદ કરવા અને વધુ સમાવિષ્ટ અને સમાન સમાજ માટે પ્રયત્નશીલ રહેવા વિનંતી કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.