ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 27, 2025 7:05 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ ઓડિશાથી ઑનલાઈન માધ્યમથી રાજ્યના ચાર હજાર જેટલા BSNLના ફૉર-જી જોડાણનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી ગુજરાતના ચાર હજાર સહિત દેશભરના 92 હજારથી વધુ સ્વદેશી ભારતીય સંચાર નિગમ લિમિટેડ – BSNLના ફૉર-જી નૅટવર્કનો પ્રારંભ કરાવ્યો.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો આ ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ BSNLની રજત જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, ફૉર-જી થાંભલાથી દેશવાસીઓને મોટી ભેટ મળી છે. તેનાથી 11 હજારથી વધુ ગામડાને ફૉર-જી મૉબાઈલ સેવાનો લાભ મળશે.
રાજ્યમાં કાર્યરત્ થયેલા ફૉર-જી થાંભલામાંથી 600થી વધુ થાંભલા અતિદુર્ગમ, અંતરિયાળ, પર્વતીય અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત્ થશે. તેનાથી છેવાડાના વિસ્તારને પણ સ્વદેશી ફૉર-જી સેવા મળશે.