ઉત્તર પ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ, ભારત અને મોરેશિયસે વિજ્ઞાન અને ટેકનોલોજી, સમુદ્રશાસ્ત્ર, વહીવટી તાલીમ અને ટેલિમેટ્રી ક્ષેત્રોમાં ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન રામગુલામ ગઈકાલે વારાણસી પહોચ્યા હતા બાદમાં, સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને પુનઃપુષ્ટિ આપતા કહ્યું કે, ભારત અને મોરેશિયસ બે રાષ્ટ્રો છે, પરંતુ તેમના સપના અને ભાગ્ય એક છે.
ઉર્જા ક્ષેત્ર ભારત અને મોરેશિયસની ભાગીદારીનો મહત્વનો સ્તંભ છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 7:52 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી.