જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ સુધારવાનો છે અને સાથે સાથે ઉદ્યાનની સમૃદ્ધ જૈવવિવિધતાનું સંરક્ષણ પણ સુનિશ્ચિત કરવાનો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કાઝીરંગા આસામનો આત્મા છે અને તાજેતરના વર્ષોમાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આસામમાં ભાજપ સરકાર જે રીતે ઘૂસણખોરીની સમસ્યાનો સામનો કરી રહી છે, જંગલોનું સંરક્ષણ કરી રહી છે અને ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરી રહી છે તે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર મુખ્ય સ્થળોને અતિક્રમણથી મુક્ત કરી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપ દેશમાં પ્રથમ પસંદગી બની છે, અને છેલ્લા દોઢ વર્ષથી ભાજપમાં રાષ્ટ્રનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. જનતાએ તાજેતરની બિહાર અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પક્ષને વિક્રમજનક જનાદેશ આપ્યો છે.
પ્રધાનમંત્રીએ આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોરથી બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનો કામાખ્યા-રોહતક અમૃત ભારત એક્સપ્રેસ અને ડિબ્રુગઢ-લખનૌ ગોમતી નગર અમૃત ભારત એક્સપ્રેસ છે.