પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાંસવાડામાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયા થી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે માહી બંધ નજીક નાપલા ખાતે માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઉર્જા પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આશરે 42 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પરિયોજનામાં 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા ચાર પરમાણુ ઉર્જા એકમોનો સમાવેશ થશે. પ્રધાનમંત્રીએ સૌર ઉર્જા, પીવાનું પાણી, આરોગ્યસંભાળ, માળખાગત સુવિધાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ક્ષેત્રોમાં હજારો કરોડ રૂપિયાના અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. તેમણે રાજ્યમાં ત્રણ નવી રેલ સેવાઓને પણ લીલીઝંડી આપી.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ એક વિશાળ જાહેર સભાને પણ સંબોધિત કરી. તાજેતરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સુધારાઓ અંગે, શ્રી મોદીએ કહ્યું કે દૈનિક જરૂરિયાતો સસ્તી થઈ છે, જેના કારણે ઘરગથ્થુ ખર્ચમાં ઘટાડો થયો છે
શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાન એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની રહ્યું છે, જે ભારતના ઉર્જા ક્ષેત્રમાં એક નવો અધ્યાય ખોલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ સૌર ઉર્જાથી લઈને પરમાણુ ઉર્જા સુધી દેશની પ્રગતિમાં વીજળીની મહત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લીધી. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ વીજ ક્ષેત્રની અવગણના કરી હતી, પરંતુ છેલ્લા દાયકામાં વીજ ઉત્પાદનમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. તેમણે કહ્યું કે સ્વચ્છ ઉર્જા એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે.
આદિવાસી કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ આદિવાસી સમુદાયોની અવગણના કરી છે, જ્યારે ભાજપે તેમના સન્માન, સશક્તિકરણ અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે સતત કામ કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:46 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનમાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.