ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશ એક મહાન કવિની જન્મજયંતિ ઉજવી રહ્યો છે. મહાન કવિ સુબ્રમણ્ય ભારતીની રચનાઓના સંગ્રહનું વિમોચન કરીને તેઓ ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. શ્રી મોદીએ આ દિવસને દેશની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની યાદો અને તમિલનાડુના ગૌરવ માટે એકમહત્વપૂર્ણ ક્ષણ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મહાન કવિ સુબ્રમણ્ય ભારતીના લખાણો અને કૃતિઓ પ્રકાશિત કરવી એ મોટી સેવા છે. વડાપ્રધાને કહ્યું કે આ સંગ્રહ સંશોધકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે સુબ્રમણ્ય ભારતીને ‘ગીતા’માં ખૂબ શ્રદ્ધા હતી.ભારતમાં શબ્દોને માત્ર અભિવ્યક્તિનું માધ્યમ માનવામાં આવતું નથી પરંતુ આ શબ્દને જ બ્રહ્માનું બિરુદ આપવામાં આવે છે.