પ્રધાનમંત્રીએ અલ્મોડામાં બસ અકસ્માત અંગે, દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીની કચેરીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે “જેમણે તેમના પ્રિયજનોને અલ્મોડામાં ગુમાવ્યા છે તેમના પ્રત્યે, મારી સંવેદના. આ સાથે, હું ઇજાગ્રસ્તોને ઝડપથી કુશળતાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટ રાહત અને બચાવના દરેક સંભવિત પ્રયત્નોમાં વ્યસ્ત છે. અલ્મોડા અકસ્માતમાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારોને ૨ લાખ રૂપિયા, અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી