પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. પતંગ મહોત્સવ બંને દેશની મૈત્રીનું પ્રતિક બન્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
આ પહેલા બંને મહાનુભાવોએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે મુલાકાતી પુસ્તિકામાં એક સંદેશમાં લખ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે. વિશ્વમાં આજે પણ ગાંધીજીના ઉપદેશ એટલા જ પ્રસ્તુત છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 7:26 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.