સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પ્રતાપનું લોન્ચિંગ કરશે. આ કોસ્ટ ગાર્ડનું પહેલું સ્વદેશી જહાજ છે. આશરે 115 મીટર લાંબુ, જહાજના 60 ટકાથી વધુ ભાગો સ્વદેશી છે.4 હજાર 200 ટન વજનવાળા આ જહાજની ગતિ પ્રતિ કલાક 22 નોટથી વધુ છે અને તે એક સમયે 6 હજાર નોટિકલ માઇલ મુસાફરી કરી શકે છે. આ જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ, શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે અને દેશના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું રક્ષણ સુનિશ્ચિત કરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને ઔપચારિક રીતે કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું હતું.સમુદ્ર પ્રતાપના સમાવેશથી ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યકારી ક્ષમતાઓમાં વધારો થશે અને દરિયાઈ સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ અને સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:06 એ એમ (AM)
પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘સમુદ્ર પ્રતાપ’ ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ કરાશે