પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આજે ગાંધીનગર ખાતે સંપન્ન થયો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ, સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે. તેમણે પ્રાચીન ભારતીય સમાજની શિક્ષણની વ્યાપકતા પર પણ પ્રકાશ પાડ્યો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે, સંસ્કૃત સાહિત્યના માધ્યમથી જ્ઞાન- વિજ્ઞાન અને રાષ્ટ્રને મજબૂત બનાવે છે. કાર્યક્રમમાં રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઈટનું પણ વિમોચન કરાયું હતું.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:08 પી એમ(PM)
પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ આજે ગાંધીનગરમાં સંપન્ન