જાન્યુઆરી 5, 2026 3:25 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થયાં

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થયાં છે. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ છેલ્લી કેટલીક સદીઓમાં થયેલા હુમલાઓ બાદ પણ સોમનાથ મંદિરને ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ ગણાવ્યું.
શ્રી મોદીએ કહ્યું, સોમનાથ શબ્દ સાંભળતા જ દેશવાસીઓના મનમાં અપાર હિમ્મત અને ગર્વની અનુભૂતિ થાય છે. તેમણે કહ્યું, દેશની શાશ્વત પરંપરાનું પ્રતીક સોમનાથ મંદિર ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠા વિસ્તાર પ્રભાસપાટણમાં આવેલું છે.
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં યોગદાન આપનારા લોકોના પ્રયાસની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું, વર્ષ 2026માં વધુ એક મહત્વની સિદ્ધિ મળશે કે, જ્યારે જીર્ણોદ્ધાર બાદ મંદિરભક્તો માટે ખૂલ્લું મુકાયું તેને 75 વર્ષ પૂર્ણ થશે. વર્ષ 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને મંદિરને ફરી ખૂલ્લું મુકાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.