જાન્યુઆરી 10, 2026 3:24 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી

ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સોમનાથના આંગણે પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ્દ નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા છે.પ્રખ્યાત ઈતિહાસવિદ્દ શ્રી નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે.