જાન્યુઆરી 8, 2026 4:02 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે.આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે શ્રદ્ધાળુઓ રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ રેલવે મથકે પહોંચ્યા હતા.’હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું. વિશેષ ટ્રેનથી સોમનાથ પહોંચેલા એક શ્રદ્ધાળુએ પ્રતિક્રિયા આપી.