જાન્યુઆરી 7, 2026 2:09 પી એમ(PM)

printer

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલથી 11 તારીખ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે.

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલથી 11 તારીખ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આગામી 11 તારીખે સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે આવશે અને આ ઉજવણીમાં જોડાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પર્વ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચાર દિવસના કાર્યક્રમમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓની શ્રેણી રજૂ કરાશે. અધિકારીઓએ જણાવ્યું, આ પ્રસંગ “સોમનાથ સ્વાભિમાન પર્વ” હેઠળ એક વર્ષ લાંબા કાર્યક્રમની શરૂઆત કરશે.