૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, ધરતી માતા, પાણી, ગૌ માતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે.તેમણે નાગરિકોને દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા યોગદાન આપવા આવહાન કર્યું હતું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ હાટડીઓનું નિદર્શન કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 27, 2025 8:52 એ એમ (AM)
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો
