પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૯૪૨ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ૧૦૧ પ્રતિષ્ઠિત કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને ૭૪૬ કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.