પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઓરિજિનલ ફોટો ઓળખકાર્ડ બતાવીને સેના ભવન, શાસ્ત્રી ભવન, જંતર-મંતર, પ્રગતિ મેદાન અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદી શકાય છે. આ ઉપરાંત વેબ સાઇટ આમંત્રણ.mod.gov.in અને આમંત્રણ મોબાઈલ એપ પરથી પણ ટિકિટ સીધી ખરીદી શકાય છે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ટિકિટની કિંમત 20 થી 100 રૂપિયા અને બીટીંગ રીટ્રીટ માટે 20 રૂપિયા હશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:29 એ એમ (AM)
પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે
