પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા સાતવાન ઘોડા જેવી ફિલ્મો આપી. તેમના દ્વારા દિગ્દર્શિત દૂરદર્શન સિરિયલ ભારત એક ખોજ ટેલિવિઝન ઇતિહાસમાં એક અવિસ્મરણીય પ્રસ્તુતિ છે.
શ્રી બેનેગલને 1976માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. તેમને તેમના યોગદાન માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ વખત શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનાર તે એકમાત્ર ફિલ્મ નિર્દેશક છે. શ્યામ બેનેગલને કલાના ક્ષેત્રમાંતેમના યોગદાન બદલ વર્ષ 1991માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:33 એ એમ (AM) | ફિલ્મ નિર્દેશક
પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું
