ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2024 9:38 એ એમ (AM) | ડો.રામ નારાયણ

printer

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું

પ્રખ્યાત મિસાઈલ વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું ગઈકાલે નિધન થયું છે.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન- DRDO એ ઉત્કૃષ્ટ એરોસ્પેસ વૈજ્ઞાનિક ડૉ. અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ.અગ્રવાલે ભારતની લાંબા અંતરની મિસાઈલ – અગ્નિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં DRDOએ જણાવ્યું છે કે ડૉ.અગ્રવાલે બે દાયકાથી વધુ સમય સુધી દેશના મહત્વાકાંક્ષી અગ્નિ મિસાઈલ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે રિ-એન્ટ્રી ટેક્નોલોજી, તમામ સંયુક્ત હીટ શિલ્ડ, ઓન બોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ, મિસાઇલો માટે માર્ગદર્શન અને નિયંત્રણ વગેરેના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.