ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 8:48 એ એમ (AM) | ભારતીય સંગીતકારો

printer

પ્રખ્યાત ભારતીય સંગીતકારો રિકી કેજ અને અનુષ્કા શંકરને 67માં ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

પ્રખ્યાત ભારતીય સંગીતકારો રિકી કેજ અને અનુષ્કા શંકરને 67માં ગ્રેમી એવોર્ડ્સ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ત્રણ વખતના ગ્રેમી વિજેતા રિકી કેજને તેમના આલ્બમ બ્રેક ઓફ ડોન માટે બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ આલ્બમ કેટેગરીમાં ચોથું સ્થાન મળ્યું.
સિતારવાદક અને સંગીતકાર અનુષ્કા શંકરને તેમના આલ્બમ ચેપ્ટર-2: હાઉ ડાર્ક ઈટ ઈઝ બિફોર ડોન માટે પણ આ જ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ સિવાય રાધિકા વેકરિયાને વોરિયર્સ ઓફ લાઈટ માટે નોમિનેશન મળ્યું છે અને આંત્રપ્રિન્યોર અને સંગીતકાર ચંદ્રિકા ટંડનને ત્રિવેણી માટે સમાન કેટેગરીમાં નામાંકન નોમિનેશન મળ્યું છે. ગ્રેમી એવોર્ડ સમારોહ આવતા વર્ષે 2 ફેબ્રુઆરીએ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે.