ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2025 2:10 પી એમ(PM)

printer

પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘે વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનને “ગૂડ” રેટિંગ આપ્યું.

પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘ -IUCN એ તાજેતરમાં કુદરતી વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનને “ગૂડ” રેટિંગ આપ્યું છે. આ રેટિંગ મેળવનાર આ એકમાત્ર ભારતીય ઉદ્યાન છે, જ્યારે પશ્ચિમ ઘાટ અને સુંદરવન જેવા અન્ય મહત્વપૂર્ણ વિસ્તારો ગંભીર ચિંતાઓનો સામનો કરી રહ્યા છે.
કાંચનજંઘા, ભારતનું પ્રથમ “મિશ્ર” યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ છે, જેને 2016 માં કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક મહત્વના સંયોજન માટે માન્યતા આપવામાં આવી હતી.